ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી.ના ડાયરેક્ટરોની વરણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં 8, માર્ચ 1968થી અવિરત સેવાઓ આપતી સહકારી સંસ્થા ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી. (અપના બજાર)ના વર્ષ 2022ની બોર્ડ ઓફ ડાયરેક્ટર ની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે 15 સભ્યોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 6 સભ્યોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 9 સભ્યો […]

Continue Reading

બ્રેવો જામનગર : ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ LaQshya પ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં કેન્દ્ર સરકારનું LaQshya પ્રોગ્રામ હેઠળનું રાષ્ટ્રીય લેવલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તા.૧૦-૫-૨૦૨૨ અને તા.૧૧-૫-૨૦૨૨ના રોજ દિલ્હીથી આવેલ ટીમ દ્વારા ગાયનેક વિભાગના પ્રસુતિ રૂમ અને ઓપરેશન થીએટરમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ મુજબ LaQshya પ્રોગ્રામ હેઠળ જી.જી. […]

Continue Reading

જામનગર જિલ્લામાં 85% ખરીફ પાકોનું વાવેતર, 3.02 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર ગુજરાતની સાથે જામનગર જિલ્લામાં પણ વરસાદે મહેર કરતા વાવણીલાયક વરસાદ થયો છે જેના કારણે જિલ્લાના ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જામનગર જિલ્લામાં ખેડવાલાયક જમીનના 85 % જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 60 %થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે […]

Continue Reading

કાલાવડના ખરેડી ગામે પુર આવ્યું, કાર વહેણમાં તણાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : (હર્ષલ ખંધેડિયા) જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કાલાવડ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાલાવડ પંથકના ખરેડી ગામે વરસાદી પાણીના પૂર આવ્યા છે અને આ પૂરમાં કાર તણાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કાલાવડ પંથકમાં અગાઉ વરસાદની […]

Continue Reading

જામનગરમાં ગુરુપૂર્ણિમાના અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરુવંદના

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુરુપૂર્ણિમાના શુભ અવસરે છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે આચાર્ય પ.પુ.શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, વડતાલના પ.પૂ. સ્વામી શ્રી ચતુર્ભુજદાસ, વડતાલના મહંત સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી […]

Continue Reading

જામનગર જિલ્લામાં રેડ એલર્ટને લઈને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રીબ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદના અનુસંધાને જામનગર જિલ્લામાં જાહેર થયેલ રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મંત્રીએ લગત વિભાગોના અધિકારીઓ પાસેથી વરસાદી કામગીરી અંગેની વિગતો મેળવી […]

Continue Reading

જામનગરનો બીજો ડેમ ઓવરફ્લો, ઊંડ-4 ડેમનો આહલાદક નઝારો સામે આવ્યો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગરના કાલાવડ પંથકના આવેલો ઊંડ-4 ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસોથી પડી રહેલા વરસાદને પગલે ઉપરથી પણ ભારે જળ સપાટી ડેમ સુધી પહોંચતા ડેમમાં નવા નિર આવ્યા છે અને સમગ્ર ડેમ ભરાઈ જતા ઓવરફ્લો થઈ ડેમથી નીચે પાણી જઈ રહ્યું છે જેનો આહલાદક નજારો જોઈ શકાય છે. જામનગર […]

Continue Reading

જામનગર જિલ્લામાં રેડ એલર્ટ, આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની શકયતા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા માં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 12 અને 13 જુલાઈના સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજ સવારથી જ વરસાદ શરૂ થઈ ત્યારે ગુરુપૂર્ણિમા પહેલા જ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં તા. 12 અને 13 જુલાઈ ના […]

Continue Reading

જામનગરમાં ફિઝિયોથેરાપી કોલેજમાં રેડ ક્રોસ દ્રારા થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સરકારી ફિઝીયોથેરાપી કોલેજ ખાતે રેડ ક્રોસ દ્રારા થેલેસેમીયા ટેસ્ટ માટેનો કેમ્પ યોજાયો. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનીઓના બ્લ્ડ ટેસ્ટ દ્રારા તેમને થેલેસેમીયા છે કે કેમ? એ માટે નો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રેડ ક્રોસના ચેરમેન બીપીનભાઈ ઝવેરી, થેલેસેમીયાના ઇન્ચાર્જ દિપાબેન સોની ઉપરાંત નિરંજનાબેન વિઠલાણી, કીરીટભાઇ શાહ, ભાર્ગવભાઈ […]

Continue Reading

પીઠડ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની ઉજવણી, લાભર્થીઓને લાભો પ્રદાન કરાયા તેમજ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે સાતમા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામે આવી પહોંચ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ સરકારની વિવિધ સિદ્ધિઓ અંગેની […]

Continue Reading