કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં ધ્રોલના ભૂચરમોરીમાં 31માં શહીદ શ્રધ્ધાંજલી સમારોહમાં યુવાનોએ રચ્યો ઇતિહાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ કેન્દ્રિય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનાં મંત્રીકિર્તીસિંહ વાઘેલા તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ […]

Continue Reading

જામનગરમાં જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની વિશાળ શોભાયાત્રા નિકળશે : ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત મટકી ફોડ, ત્રિશૂળ દીક્ષા સહિતના વિવિધ કાર્યક્રમો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી નીકળનાર કૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, ખોડલધામ, ગાયત્રી શક્તિપીઠ, આહીર સમાજ, ગાયત્રી શક્તિપીઠ સહિતની સંસ્થાઓ વિવિધ ફ્લોટસો જોડાશે કૃષિ મંત્રી સહિતના મહાનુભાવો શોભાયાત્રા ના પ્રારંભે જોડાશે શોભાયાત્રા પૂર્વે બજરંગ દળ માં જોડાનાર યુવાકોને અપાશે ત્રિશુલ દીક્ષા […]

Continue Reading

સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે 15 ઑગસ્ટ 2022ના રોજ તેના સ્કૂલ કેમ્પસમાં 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈનિક સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને 31 ઇન્ફેન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સૌરવ વત્સ  મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે શહીદોના યુદ્ધ સ્મારક, શૌર્ય સ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી […]

Continue Reading

સજુબા ગર્લ્સ હાઇસ્કુલમાં 76માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો,પ્રાંત અધિકારી આસ્થા ડાંગરે ધ્વજવંદન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં આવેલ સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ગર્વથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આસ્થા ડાંગરે દેશની આઝાદીમાં બલિદાન આપનાર શહીદોને યાદ […]

Continue Reading

જામનગરના કાલાવડમાં 76 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનું ધ્વજવંદન, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ તિરંગો લહેરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રના 76માં સ્વાતંત્ર્ય પર્વના પ્રારંભ પ્રસંગે કાલાવડ તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાની આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રીતથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્‍વજને સલામી આપી હતી. […]

Continue Reading

હેરિટેજ જામનગરની તસવીરોનું બે દિવસીય પ્રદર્શન ખુલ્લું મુકાયું, હેરિટેજ જામનગરની અદભુત તસ્વીર જોવાનો અવસર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા અને જામનગર ફોટોગ્રાફર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ જામનગર તેમજ હર ઘર તિરંગા વિષય ઉપર તસવીર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીર સ્પર્ધા ના વિજેતાઓને ચાંદી બજારમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તસવીરોનું પ્રદર્શન રણમલ તળાવ ગેટ નંબર […]

Continue Reading

જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના સૂર્યનો ચળકાટ, ઉદ્યોગકારોનું પ્રચંડ સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શુક્રવારે પ્રગતિશીલ પેનલની મળેલી મિટિંગમાં ઉદ્યોગકારોનું પ્રચંડ સમર્થન પ્રગતિશીલ પેનલે 1365 પ્લોટ ધારકોના રૂ.200 કરોડ જીઆઇડીસી પાસે માફ કરાવ્યા ઔધોગિક વસાહતમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન – સફાઇની વ્યવસ્થા કરી જામનગરના દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં ઉધોગકારોના હીતના કામ કરતી પ્રગતિશીલ પેનલ(સૂર્ય)v/s વિકાસના પોકળ દાવા કરતી વિકાસશીલ પેનલ […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું ઉદઘાટન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના મહામારી બાદ વર્ષ 2022 માં આ વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે શુક્રવારે ધારાસભ્ય જામ્યુકોના પદાધિકારીઓ અધિકારીઓ કોર્પોરેશનના સભ્યો ની ઉપસ્થિતિમાં આ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શ્રાવણી લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આપણે કોરોના […]

Continue Reading

મોટી ખાવડી પાસે એલેન્ટો હોટલમાં ભીષણ આગ, આમ લાગી હતી ભીષણ આગ, જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના મોટી ખાવડી નજીક હોટલમાં ભીષણ આગ, 27 લોકોને બચાવ્યા, કલેકટર, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા છે. હાલ રિલાયન્સ, સિક્કા દિગ્વિજય ગ્રામ ઉપરાંત આસપાસના કંપનીના ફાયર ફાઈટરો દ્વારા બચાવ કામગીરી માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર દ્વારકા હાઇવે પર મોટી ખાવડી નજીક હવેલી હોટલ એલેંટો માં […]

Continue Reading

જામનગરના તળાવની પાળે નેવીના જવાનોએ સંગીતમયી સુરાવલી સાથે લોકોને દેશભક્તિના રંગે રંગ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના લાખોટા તળાવની પાળ ખાતે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નેવી બેન્ડ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નેવીના જવાનો દ્વારા વિવિધ દેશભક્તિના ગીતોની ધુનો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત નાના બાળકો દ્વારા વિવિધ મહાનુભાવોની વેશભૂષા પણ રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે ભારતીય સૈન્યમાં […]

Continue Reading